Wednesday, 29 January 2020

'માતૃભારતી.કોમ' * 'રીડર્સ ચોઇસ એવોર્ડ 2019'

મજાક મજાકમાં બે નવલકથા લખી નાખી...
ભાવકો તરફથી અણધાર્યો અને અપ્રતિમ પ્રતિસાદ સાંપડ્યો, એ પણ મજાક મજાકમાં... અને-
'માતૃભારતી.કોમ' તરફથી 'રીડર્સ ચોઇસ એવોર્ડ 2019'ના ઉત્તમ લેખકોની પંગતમાં મારી પણ વરણી થઈ!
----------------
ધર્મેશ ગાંધી
નવસારી
#DGprize #DGnovel
નવલકથા:
૧. અઘોર આત્મા (શૃંગારિત-હોરર)
૨. બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર)
----------
માતૃભારતી પ્રોફાઇલ લિંક:
https://www.matrubharti.com/dgdesk

Tuesday, 7 January 2020

ગર્ભાત્મા * 'શોપીઝન ટૂંકીવાર્તા પ્રતિયોગિતા'માં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ મારી વાર્તા...

ગર્ભાત્મા
-----------
ટૂંટિયું વાળીને જાણે અમે મહિનાઓથી અંધારી કોટડીમાં પૂરાયેલા હતાં.

બીજ ફૂટ્યું છે; પાંગરતા રોકવું પડશે; સમજે છે ને..?

પછી એ કરવત આપણા બંનેનાં માથાં વાઢી નાખશે; દેહને ચૂંથી નાખશે. માંસનો લોંદો ક્યાંક ગંદી ખાડીમાં...

શું તબીબોએ એવું કોઈ યંત્ર જ નહિ શોધ્યું હોય જે ગર્ભમાં પાંગરી રહેલાં બાળકને બહારની દુનિયાનું દ્રશ્ય બતાવી શકે?

આ અંશો 'ગર્ભાત્મા'ના છે...
'શોપીઝન ટૂંકીવાર્તા પ્રતિયોગિતા'માં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ મારી વાર્તા!

'ગર્ભાત્મા'ને મળેલ પુરસ્કાર એ મારો નથી; કલમનો છે! એ તમામનો છે જેમણે ટીકાઓ/પ્રશંસાઓથી મારી કલમને નવી દિશા ચીંધી.
'શોપીઝન' એટલે સાહિત્યનો મહાસાગર! સૂત્રધાર શ્રી @⁨Umang Chavda (Shopizen.in)⁩નો મારી કલમના ગર્ભમાં રહેલા સાહિત્યના આત્મા થકી આભાર માનું છું!
-------------------
ધર્મેશ ગાંધી (DG) નવસારી
#DGfiction #DGprize #DGcontest
-------------------- 






ગર્ભાત્મા
ઘેરી નીરવતામાં મને જો કંઈક સંભળાતું હોય તો એ મારી દીદીનો અવાજ હતો, અને બીજું - અમારાં હૃદયના ધબકારા! ટૂંટિયું વાળીને જાણે અમે મહિનાઓથી આ અંધારી કોટડીમાં પૂરાયેલા હતાં. ક્યારેક ચળ વળે તો નાની અમથી જગ્યામાં હાથ-પગ હલાવી લેતાં. પણ જ્યારથી અમે બહારની વાતચીત સાંભળી, હું તો હતપ્રભ થઈ ગયો હતો! જીવિત રહેવાની સઘળી આશાએ જાણે કે અવતરતાં પહેલાં જ આત્મહત્યા કરી લીધી! દીદીનો અવાજ વારેવારે કાને અથડાતો રહેતો, ‘આશા રાખ... આશાનો એક તાંતણો શક્યતાનાં અમરત્વ તરફ લઈ જાય છે!
અમને ખાવા-પીવાનું સમયસર મળી રહેતું હતું. બાકીના સમયે ઊંઘવાનું... અમે બહારની દુનિયા જોવા માટે તલપાપડ થઈ રહ્યાં હતાં. દીદીને પ્રશ્નો પૂછીને હું થકવી નાખતો હોઈશ, પણ એનાં જવાબો મને પ્રેરિત કરતા, ‘અંધકારથી ડરીશ નહિ, આકાશના ચમકતા તારા અંધારામાં જ દેખાય છે! જો તું તકલીફોને સહીને શિખર પર પહોંચીશ, તો શ્રેષ્ઠ દ્રશ્ય જોવા મળશે!
પણ, એ પુરુષના કઠોર શબ્દો ભૂલી શકાય એમ નથી. મેં અને દીદીએ દીવાલે કાન માંડીને સાંભળ્યું હતું. એ પુરુષ સ્ત્રીને કહી રહ્યો હતો, ‘બીજ ફૂટ્યું છે; પાંગરતા રોકવું પડશે; સમજે છે ને..?’ સ્ત્રીએ મૌન રાખ્યું હતું. એટલે એનો ઈરાદો જાણી ન શકાયો. દીદીને આશા બંધાઈ હતી, પેલી સ્ત્રી આપણો જન્મ થવા દેવા માગતી હશે.દીદીએ કહ્યું, ‘એટલે જ સમયાંતરે મોં વાટે આપણને ચેતના આપે એવાં પ્રવાહીનો છંટકાવ થાય છે.
ઓહ્હ, એ કડવું-ઘાટું પ્રવાહી! મારું મોં કડવું થઈ ગયું...
-----------------  
 'ગર્ભાત્મા'... આખી વાર્તા વાંચવા માટેની લિંક:
https://shopizen.page.link/1CowZQext7yrmUf49

----------------


ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...