જાહેરાત પહેલાની જીત...---------------
'મમતા વાર્તાસ્પર્ધા'ના વિજેતાઓની ઘોષણા થાય એ પહેલાં જ અડધી વિજયી ખુશી તો મેં ત્યારે જ મહેસૂસ કરી લીધી હતી જ્યારે 26મી જાન્યુ - 4 વાગ્યે સમારોહ સ્થળ (સુરેન્દ્રનગર)ના પ્રવેશદ્વાર નજીક ઉભેલા મધુરાય સાહેબ (Madhu Thaker ) મને જોતાંની સાથે જ બોલી ઊઠ્યા,
'તમે જ 'ધર્મેશ ગાંધી' છોને, જેમણે Babu Sutharના પ્રયોગશીલ વિભાગ માટે 'મમતા'ના દિવાળી અંકમાં એક વાર્તા લખી હતી?'
હું 'મને ઓળખી ગયા'ની લાગણીથી થોડો 'નર્વસ' થઈ ગયો, ને બોલ્યો, 'હૂબહૂ...'
(મધુરાય સાહેબની રૂબરૂ થવાનો મારો આ પ્રથમ જ પ્રસંગ હતો, તો નર્વસનેસ તો બનતી હૈ, યાર...)
એમણે પણ કહ્યું, 'યેસ્સ, હૂબહૂ... સરસ વાર્તા હતી!'
-અને મને તો જાણે કે સ્પર્ધાના વિજેતા - ઈનામોની જાહેરાત પહેલાં જ જીતની ખુશી પ્રાપ્ત થઈ ગઈ!
એ ખુશી ત્યારે બેવડાઈ ગઈ જ્યારે ઢળતી સાંજે મંચ ઉપરથી વિજેતાઓની યાદીમાં મારું નામ પણ ગૂંજી ઊઠ્યું.
અને જ્યારે દરેક વિજેતાઓને મંચ ઉપર આમંત્રિત કરીને
મહાન સાહિત્યકારો શ્રી મધુ રાય, શ્રી રજનીકુમાર પંડ્યા, શ્રી દિનકર જોષી, દીપકભાઈ દોશી, પ્રવીણસિંહ ચાવડા, સુમંત રાવલ, શ્રી શાહબુદ્દીન રાઠોડ, ડૉ. Kanaiyalal Bhatt- દરેક મહાનુભાવોની હાજરીમાં સાહિત્યકાર શ્રી રજનીકુમાર પંડ્યાએ વાર્તાલેખન અંગે વિજેતાઓ સાથે પ્રશ્નોત્તરી કરી ત્યારે મને પણ પૂછવામાં આવ્યું -
RP : 'શુ આ અગાઉ તમે કશું લખ્યું છે?'
DG : 'હા, ગયા વર્ષે કેતન મુનશી વાર્તાસ્પર્ધા'માં પણ મને પારિતોષિક મળ્યું છે.'
RP : 'સરસ, તમારા કોઈક વાર્તા-ગુરુ છે?'
DG : 'જો હું કોઈકને ગુરુ બનાવું તો ફક્ત એમના જ વિચારો મારામાં પ્રવેશવાનો મને ડર છે. મારે મારી પોતીકી શૈલી વિકસાવવી છે, માટે મેં કોઈને 'ગુરુ' નથી બનાવ્યા - વાંચું દરેકને છું, શીખું દરેકમાંથી છું...'
RP : 'વાર્તા શા માટે લખો છો?'
DG : 'જો હું વાર્તા નહિ લખું, તો માત્ર મારું પોતાનું જ જીવન જીવી શકું... વાર્તા એટલા માટે લખું છું કે જેથી મારી વાર્તાના દરેક પાત્રોનું જીવન પણ હું પોતે જીવી શકું!'
(રજનીસર ખુશ થયા અને મારું નામ બે વખત પૂછ્યું. એક - શરૂઆતમાં પરિચયરૂપે, બીજું - અંતમાં...)
***
'મમતા'એ સમગ્ર સમારોહનું 'ઇવેન્ટ મેનેજમેન્ટ 'SS White Company'ને સોંપ્યું હતું. દરેક વિજેતાઓ માટે સગવડદાયક હોટેલમાં 'નાઇટ સ્ટે' માટે રૂમ પણ 'બુકડ' હતો (વિજેતાઓ સાથે આવનાર સગાં-મિત્રો સાથે). ડિનરની વ્યવસ્થા પણ લિજ્જતદાર! પ્લસ, હોટેલથી વેન્યુ ઉપર જવા-આવવા માટે કારની શાનદાર સવારી પણ હાજર!
***
સ્પર્ધામાં મેં વાર્તા મોકલી (6 મહિના પહેલાં) ત્યારે એક અપેક્ષા હતી કે ભલે વિજેતા ન થાઉં, પણ નોંધપાત્ર વાર્તાઓમાં મારું નામ ચમકે! જ્યારે નિર્ણયકોએ 450 -માંથી 64 શ્રેષ્ઠ વાર્તાઓ જુદી તારવી અને એમાં મારી વાર્તાનો પણ સમાવેશ થયો ત્યારે મને થોડો લોભ જાગ્યો કે હવે મોટું ઈનામ મળે.
આખરે ચોથા ક્રમાંક ઉપર ગણના થાય એવું પારિતોષિક મળ્યું... થોડી ઉદાસી જરૂર થઈ કે 'ટોપ થ્રી'માં નંબર નહિ આવ્યો... ત્યારે મારા દીકરાએ મને ફોન કરીને જણાવ્યું, 'ડેડી, આ તમારી છેલ્લી સ્પર્ધા તો છે નહિ! ડોન્ટ બી અપસેટ!'
(Yash Gandhi - મારો દીકરો, પારુલ યુનિવર્સીટી, બરોડા - કોમ્પ્યુ. એન્જી.ના 'થર્ડ યર'માં ભણે છે... હાલમાં ફિફ્થ સેમ.માં 81% આવ્યા. ગયા વર્ષે એની ધારણા કરતાં નબળું રિઝલ્ટ આવ્યું તો એ થોડો નિરાશ થયેલો, તો મેં એને કહેલું, 'આ તારી છેલ્લી એક્ઝામ તો છે નહિ!')
તેરા તુઝકો હી અર્પણ... બેટા બડા હો ગયા!
------------
ધર્મેશ ગાંધી
નવસારી




















