Saturday, 29 February 2020

વ્યોમમિત્રા * પ્રતિલિપિ 'મિશન ફ્યુચર ફિક્શન'

🛸મિશન ફ્યુચર ફિક્શન🛰🚀
------------------------------------------
(આજથી ૧૦૦ વર્ષ પછીના ભવિષ્યની કલ્પના કરીને રચાયેલી એક સાયન્સ ફિક્શન વાર્તા - 'વ્યોમમિત્રા' માટે...)
વાર્તા લિંક:
https://gujarati.pratilipi.com/story/3tio5gjiakoz…


Saturday, 22 February 2020

ટ્રેન ટુ કબ્રસ્તાન * મમતા વાર્તા સ્પર્ધા-૪ (૨૦૧૯-૨૦) * સન્માનિત પારિતોષિક

ટ્રેન ટુ કબ્રસ્તાન
------------------
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'ના નિર્માતા શ્રી અસિતભાઈ મોદીને કોણ નહીં ઓળખે?
મારી વિજેતા/સન્માનિત કૃતિ 'ટ્રેન ટુ કબ્રસ્તાન'ને અસિતભાઈના હસતા😊 હસ્તે પુરસ્કાર તથા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું એ મારા માટે ગૌરવવંતી લાગણીની પળ!











માતૃભાષાનાં ગૌરવશાળી દિને અંધેરી-મુંબઈ ખાતે યોજાયેલા અવિનાશ પારેખ તથા 'કોફી મેટ્સ' આયોજિત 'મમતા વાર્તા સ્પર્ધા-૪ (૨૦૧૯-૨૦)'નાં પારિતોષિક વિતરણ સમારોહમાં સાહિત્યકાર શ્રી મધુરાય સાહેબ તથા રંગભૂમિના જાણીતા કસબીઓ સુશ્રી મીનળબેન પટેલ, શ્રી ઉત્કર્ષ મઝુમદાર, શ્રી મનોજ શાહ તથા 'ચિત્રલેખા'વાળા શ્રી ભરતભાઇ ઘેલાણી તેમજ નીલા ટેલિફિલ્મ્સના સર્જક શ્રી અસિતભાઈ મોદીની ધરખમ હાજરીમાં જ્યારે આપણી વાર્તા સન્માનિત પારિતોષિકથી વિભૂષિત થાય ત્યારે અવિરત શબ્દો ટપકાવવા માટે થનગનતી આપણી કલમ 'શાહી શાહી' ન પોકારી ઊઠે તો જ અચરજ!💐
જોકે મંજિલ હજી દૂર છે!
પણ ઘોર અંધારુંયે ક્યાં એ સાબિત કરે છે કે સવાર ક્યારેય પડશે જ નહીં!😊
------------------------
ધર્મેશ ગાંધી (નવસારી)
સાભાર ચરણસ્પર્શ શ્રી Madhu Thaker સાહેબ💐
#DGprize #DGcontest #DGfiction

Monday, 17 February 2020

કાશ્મીર LIVE * શોપિઝન નવલકથા પ્રતિયોગિતા ૨૦૧૯ * પ્રથમ વિજેતા

તમે ઝીલસારા અમીનને ઓળખો છો?
અનિકેત ત્રિપાઠીને..? અથવા તો સાર્થક જૈન, કાઝૂમી,
જિયા... આમાંથી કોઈકને પણ ઓળખો છો ખરાં?
આ બધાં જ મારી નવલકથા 'કાશ્મીર LIVE'નાં પાત્રો છે, જેમનાં થકી 'શોપિઝન નવલકથા પ્રતિયોગિતા ૨૦૧૯'માં મારી આ કૃતિને
'પ્રથમ વિજેતા'નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે!

કાશ્મીરની બર્ફીલી ઘાટીમાં આપનું સ્વાગત છે!
હું તમને મળું કે ન મળું, આ લોકો ત્યાં જરૂર મળશે...
ક્યારેક આવજો આ લિંક ઉપર- ----------------------------
https://shopizen.in/book-details?id=MTg0MQ==
----------------------------
'કાશ્મીર LIVE' એ આતંકવાદના ઓછાયા હેઠળ ઉછરેલી, જર્નાલિસ્ટ બનવાનાં સપના સેવતી એક કાશ્મીરી મુસ્લિમ યુવતીની કહાની છે જે કેમેરામેનના કેમેરા થકી આપના સૌ સુધી પહોંચશે...
આ નવલકથાની મુખ્ય કથા કાલ્પનિક છે, પણ તેની આસપાસ ગૂંથાયેલી આડ-કથાઓ વાસ્તવિકતાના પાયા ઉપર રચાયેલી છે!
------------------------------
નવલકથા 'કાશ્મીર LIVE' શોપિઝન દ્વારા ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થવા જઈ રહી છે... આભાર!
-------------------
© ધર્મેશ ગાંધી (નવસારી)




'કાશ્મીર LIVE' શોપિઝન  લિંક -

Wednesday, 12 February 2020

'શોપિઝન માઇક્રોફિક્શન-સ્પર્ધા’ * વિજેતા પ્રમાણપત્રો

★માઇક્રો વિજેતા * પ્રમાણપત્રો★
 ---------------------------------------
'શોપિઝન માઇક્રોફિક્શન-સ્પર્ધા’માં મારી બે વાર્તાઓ વિજેતા નીવડી છે. એ અંતર્ગત મળેલ પ્રમાણપત્રો તથા પુરસ્કાર-રાશિ બદલ Shopizen Shopizen (CEO - Mr. Umang Chavda)નો દિલથી આભાર!💐😊
-------------------------
◆ મી ઍન્ડ માઇક્રો ◆
--------------------------
‘For sale: baby shoes, never worn.’ અર્નેસ્ટ હેમિંગ્વેની આ માઇક્રોફિક્શન માત્ર છ જ શબ્દોમાં આખી પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે. એક માતા-પિતાએ અનેક સ્વપ્નો સર્જીને જન્મનાર/નવજાત બાળક માટે કપડાં-રમકડાંની ખરીદી કરી છે. પરંતુ, જન્મ થતાં જ અથવા જન્મતા પહેલાં જ બાળક મૃત્યુ પામે છે. એના માટે ખરીદેલા પગરખાં વેચવા કાઢ્યા છે, કે જે ક્યારેય પહેરાયા જ નથી!


 ટૂચકા, જોક, બોધકથા કે વ્યંગથી અલગ તરી આવતી માઇક્રોફિક્શનના પ્રકારો પણ વિવિધ છે અને એમાં સમાયેલ શબ્દસંખ્યા પણ અલગ અલગ મર્યાદા ધરાવે છે. ૬ શબ્દોથી લઈને ૧૦, ૨૫, ૫૫, ૭૦ શબ્દો... ઉપરાંત, ૧૦૦, ૨૦૦, ૩૦૦ તો ક્યારેક ૧૦૦૦ શબ્દો સુધીની માઇક્રોફિક્શન રચી શકાય.
મારા અભ્યાસ/અનુભવ પરથી માઇક્રોની રચના અંગે તારવેલા મુદ્દાઓ આ મુજબ છે:
1. વાર્તા મધ્યભાગથી શરૂ કરો. આ માટે પહેલું વાક્ય સંવાદરૂપે હોઈ શકે.
2. અમુક વાતો વણકહી રાખો. બધું જ ખૂલીને કહી દેવાની (લખી દેવાની) જરૂર નથી.
3. વાર્તાનો અંત એ ખરેખર અંત નહિ, અન્ય વાર્તા (વિકલ્પો)ની શરૂઆત હોવી જોઈએ.
4. કોઈ એક ઘટનાને કેન્દ્રમાં રાખી વાર્તામાં ચોટ/અસર ઉપસાવો.
5. બને ત્યાં સુધી પાત્રો ઓછા રાખવા. (કેટલાં પાત્રો – એવો કોઈ નિયમ નથી; એક-બે કે ત્રણ...)
6. અધ્યાહારવાળી વાર્તા ચોટદાર બની શકે. અંતિમ વાક્ય ખૂલ્લાં છેડાવાળું (વાચકો ઉપર છોડેલું) રહે એ જરૂરી.
7. વાચકોને વિચારતા કરી મૂકવાના છે, ગૂંચવવાના નથી.
8. વાર્તા વાંચી રહ્યાં પછી ભાવકના મન ઉપર એની અસર વર્તાવી જોઈએ. લેખકે વાર્તા લખવાની છે, ઉપદેશ નથી આપવાનો એ ધ્યાન રહે.
------------------------
મારી બંને વિજેતા વાર્તાઓની લીંક અહીં શેર કરી છે.
મિત્રો, વાંચીને નિખાલસ પ્રતિભાવ/સૂચન આપશો.
----------------
*જનમતાની સાથે...*
https://shopizen.page.link/VY4zGtorxonP7RmY9
----------------
*દુષ્ટ*
https://shopizen.page.link/3fHacGCDgTbws1869
--------------------------
© ધર્મેશ ગાંધી (નવસારી)
#DGcontest #DGfiction #DGprize

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...