★શોપિઝન 'વેનિલા સ્ટોરીઝ સ્પર્ધા'★
પ્રથમ ક્રમાંકે વિજેતા નિવડેલી મારી 'લો-ફેન્ટસી' સ્ટોરી

ત્રિરંગી લેપ

---^---^----^-------
પિહૂને આકાશમાં ઉડતા વિમાનની ધણધણાટી સંભળાઈ. ઊંઘમાં જ એણે બંને હાથની મુઠ્ઠી વાળી દીધી. બીજી મિનિટે એણે ધગધગતા શરીર ઉપર ઠંડા પવનની લહેરખી અનુભવી. ભારે થઈ ચૂકેલી પાંપણોને હળવે રહીને ઉઘાડી. સામે હૃદય આકારના લીલાછમ પાંદડાઓનો જાણે કે વરસાદ વરસી રહ્યો હતો. કળતર કરતું શરીર હળવે રહીને પથારીમાં બેઠું થયું. જેવાં એના પગ ફરસ ઉપર મૂકાયા કે શીતળ પાણીનો એક પરિચિત સ્પર્શ થયો. શરદીથી સૂજી ગયેલા નાકમાં ધીમેધીમે માટીની જાણીતી સુગંધ પ્રવેશવા માંડી. બારી બહારનું દ્રશ્ય જોઈને પિહૂનું કમજોર પડી ચૂકેલું શરીર ઝૂમી ઊઠ્યું. નિસ્તેજ ચહેરા ઉપર તેજનું પોતું ફરી વળ્યું. સામે એના મિત્રો ઊભા હતા - કેસરિયો ડુંગર, નૂરી નદી અને પરભુ પીપળો…
*
પિહૂ રોજ બહાર રમવા માટે જતી. આજે પ્રકૃતિ સામે ચાલીને એની સાથે રમવા આવી હતી!
કેસરિયો ડુંગર, નૂરી નદી અને પરભુ પીપળો…
*
પિહૂ બીમાર છે. મિત્રોના મોં ઉપર પિહૂથી હંમેશ માટે છૂટા પડી જવાનો વિષાદ છલકાઈ રહ્યો છે. પિહૂ જણાવે છે, 'પપ્પા ગામના સરપંચ છે ને! સારા વૈધને તેડાવીને એનો ઈલાજ કરાવશે...'
વૈદ્યરાજ પિહૂની અસાધ્ય બીમારીનો ઉપાય સૂચવે છે - ત્રિરંગી લેપ...
*
पहाड़, टीले, चट्टानें, तालाब
असंख्य पेड़ खेत
कभी नहीं आयेंगे मेरे घर
खेत खलिहानों जैसे लोगों से मिलने
गाँव-गाँव, जंगल-गलियाँ जाऊँगा।
શ્રી વિનોદકુમાર શુક્લજીની કવિતા
‘જો મેરે ઘર કભી નહીં આયેંગે’ની ઉપરોક્ત પંક્તિઓ માનવીય સંવેદનાનો પૃકૃતિ સાથેનો સુમેળ દર્શાવે છે.
પણ... ધારો કે… વૃક્ષ, નદી અને ડુંગર એક દિવસ તમને મળવા તમારા ઘરે પધારે તો..?
*

ત્રિરંગી લેપ

*
વાર્તાની લિંક સાથે, આ વાર્તા માટે મળેલ ભાવક-મિત્રોના ઉત્સાહજનક પ્રતિભાવો પણ સામેલ કર્યા છે.
દરેક સ્પર્ધક, વિજેતામિત્રો, ઉમંગભાઈ તેમજ ટીમ-શોપિઝનનો હૃદયપૂર્વક આભાર.

-----^----^-----
© ધર્મેશ ગાંધી
(નવસારી) 23.11.20
----*---*----*----

મારી આ વિજેતા કૃતિ મારી માનેલી/ધર્મની બહેન રૂબીની ઢીંગલી જેવી દીકરી રૂવાને અર્પણ કરું છું.
