તમે ઝીલસારા અમીનને ઓળખો છો?અનિકેત ત્રિપાઠીને..? અથવા તો સાર્થક જૈન, કાઝૂમી,
જિયા... આમાંથી કોઈકને પણ ઓળખો છો ખરાં?
આ બધાં જ મારી નવલકથા 'કાશ્મીર LIVE'નાં પાત્રો છે, જેમનાં થકી 'શોપિઝન નવલકથા પ્રતિયોગિતા ૨૦૧૯'માં મારી આ કૃતિને
'પ્રથમ વિજેતા'નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે!
કાશ્મીરની બર્ફીલી ઘાટીમાં આપનું સ્વાગત છે!હું તમને મળું કે ન મળું, આ લોકો ત્યાં જરૂર મળશે...
ક્યારેક આવજો આ લિંક ઉપર- ----------------------------
https://shopizen.in/book-details?id=MTg0MQ==
----------------------------
'કાશ્મીર LIVE' એ આતંકવાદના ઓછાયા હેઠળ ઉછરેલી, જર્નાલિસ્ટ બનવાનાં સપના સેવતી એક કાશ્મીરી મુસ્લિમ યુવતીની કહાની છે જે કેમેરામેનના કેમેરા થકી આપના સૌ સુધી પહોંચશે...
આ નવલકથાની મુખ્ય કથા કાલ્પનિક છે, પણ તેની આસપાસ ગૂંથાયેલી આડ-કથાઓ વાસ્તવિકતાના પાયા ઉપર રચાયેલી છે!
------------------------------
નવલકથા 'કાશ્મીર LIVE' શોપિઝન દ્વારા ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે પ્રગટ થવા જઈ રહી છે... આભાર!
-------------------
© ધર્મેશ ગાંધી (નવસારી)
'કાશ્મીર LIVE' શોપિઝન લિંક -


No comments:
Post a Comment