Tuesday, 23 June 2020

વિસામો વાર્તાસ્પર્ધા * 'હવાબાણ' * પ્રોત્સાહન ઇનામ...

વિસામો
વાર્તાસ્પર્ધા'માં મારી વાર્તા 'હવાબાણ'ને મળેલ પ્રોત્સાહન ઇનામ...
*
નિર્ણાયકોના શબ્દોમાં - 'સ્પર્ધામાં આવેલી વાર્તાઓ વચ્ચે ખરા અર્થમાં ‘કાંટે કી ટક્કર’ હતી. ૨૫-૩૦ એન્ટ્રીની ધારણા સામે કુલ ૫૭ વાર્તાઓ આવી. #વિસામો_વાર્તા_વિશ્વમાં આવેલી વિષય-વૈવિધ્યસભર વાર્તાઓનું સ્તર ઘણું ઊંચું હતું. થૅંક્સ ટુ ધ રાઇટર્સ…'
*
 

 
મારી વાર્તા 'હવાબાણ' અંગે નિર્ણાયકશ્રીઓ
Akil Kagda
, Mayur Patel,
Madhu Dhamsaniya
નો પ્રતિભાવ-
'બાળભૂતની કમઠાણ હળવી શૈલીમાં રજૂ કરતી 'હવાબાણ'માં રહેલો કરુણરસ ગમ્યો. અમુક જગ્યાએ હાસ્યરસના છાંટણાય થયા. કલ્પનાના ઘોડા એવા દોડાવ્યા કે આખી વાર્તા વિઝ્યુઅલાઇઝ કરી શકાય. ગર્ભપાતના મુદ્દાને સારો વણી લીધો. માણસમાંથી પ્રગટતો ભૂત અને ભૂતમાંથી નીપજતો માણસ દર્શાવવામાં લેખક પૂર્ણપણે સફળ રહ્યા.'
---------
ધર્મેશ ગાંધી (નવસારી)
23.6.20
#DGcontest #DGprize #DGfiction
---------
આયોજક મિત્ર
Nilesh Murani
તથા નિર્ણાયકોનો આભાર!😊💐

Tuesday, 16 June 2020

पर मैं अशांत नहीं

पर मैं अशांत नहीं
----^----^----^-----
मन में खलबली ज़रूर मची है
पर मैं अशांत नहीं।
ज़िंदगी को यूँ रस्सी से लटका दूं

इतना भी मैं अनुपशांत नहीं!
 
 
ना ऐसी दौलत है जो मेरे पीछे
मेरी परछाइयों को ज़िंदा रख सके,
ना ऐसी शोहरत है मेरी जहान में
जो बाद मेरे मरने के, सर उन्नत रख सके।
रास्ते रूक से ज़रूर गए हैं
पर मैं अशांत नहीं।
 
ज़िंदगी को यूँ मँझधार में फंसा दूं
इतना भी मैं अनुपशांत नहीं!
रोज़ अपनी शिकस्त से उलझता रहता हूँ
हरदम चीत्कार करती हैं मेरी नाकामीयाँ,
उन्हें फिर से ज़िंदा करने में जुटा हूँ
जो ख़्वाब कई दफ़ा टूट चुके हैं।
बियाबान से गुज़र ज़रूर रहा हूँ
पर मैं अशांत नहीं।
 
ज़िंदगी को यूँ मौत का तोहफा दे दूँ
इतना भी मैं अनुपशांत नहीं!
-------
© धर्मेश गाँधी
नवसारी 16.6.20
--------
अशांत = विचलित
खलबली = हलचल/घबराहट
शोहरत = यश/प्रसिद्धि
मँझधार = मध्य की धारा
शिकस्त = पराजय/असफलता
चीत्कार = चीख
बियाबान = वीराना
--------------
# DGpoem #DGfiction
 

 

Saturday, 13 June 2020

સ્ટેજ થ્રી ◆ 'જલારામદીપ' ◆ જૂન-૨૦૨૦

 ◆ સ્ટેજ થ્રી ◆

---^----^-----
'જલારામદીપ' સામયિકના જૂન-૨૦૨૦ અંકમાં મારી નવલિકા 'સ્ટેજ થ્રી' ◆
Thank u v much 😊💐 To
Satish Danak Sir...
----^----^-----^-----^-----
© ધર્મેશ ગાંધી (નવસારી)
13.6.20
 





 

Friday, 12 June 2020

પેપરમાં 'ફોટો' આવવો જોઈએ... (Mamata * June 2020)

ચડ્ડી પહેરીને શાળાએ જતાં ત્યારની એક ઇચ્છા મનમાં સળવળાટ કર્યાં કરતી - ક્યારેક પેપરમાં 'ફોટો' આવવો જોઈએ. દોસ્તાર સાથે ઇચ્છાઓની આપ-લે થતી એમાં મારું આ ફોટોવાળું મોખરે.

તે એક દિવસ મેં મારા એક દોસ્તારને (હા, એક જ દોસ્તાર હતો, એને જ) કહ્યું, 'શુરા...' (સુરેશ નામ એનું) 'હારા, બધ્ધાના ફોટા પેપરમાં આવવા માઇન્ડા; આપડા ક્યારે આવહે?' પણ પછી શુરાએ મને સમજાવ્યું. (શુરો મારાથી મોટો, ને હોશિયાર પણ... ૩ વર્ષથી એક જ ક્લાસમાં રહેલો એટલે ફરક તો પડે જ!) એ મને કહે, 'ઢમા, એ બધ્ધાના ફોટા આઇવા તો ખરા, પણ એ લોકાએ જોયા થોડી અહે!'
 

 
મેં પૂછ્યું કે કેમ એમ... તો કહે, 'તું તો અલા પેપરના પાછલે પાને 'અવસાન નોંધ'ના ફોટા જોઈ આઇવો!' બસ, ત્યારથી મેં દરેક ફોટાની ઉપર-નીચે પણ વાંચવાનું શરૂ કરી દીધેલું.
આજે એકાએક આ ચડ્ડી-યુગની વાત એટલા માટે યાદ કરવી પડી કેમકે આવા (એટેચમેન્ટ) મોટા પાના ઉપર નાનકડો ફોટો પણ આવી જાય તોયે બે ઘડી આપણને હરખ થઈ આવે. અને આમ પણ યાદગીરી બનીને જવલ્લે ધસી આવતી હરખની અમુક ક્ષણોને ક્યાં કોઈ 'લોકડાઉન' લાગે છે!
શુરાને 'ટેગ' કરતે, પણ એ છે નહીં... ફેસબુકમાં પણ અને આ દુનિયામાં પણ!
-----^-----^-----^------
ધર્મેશ ગાંધી (નવસારી)
12.6.20

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...