આજે દેશનો 74મો સ્વાતંત્ર્ય દિવસ.
ઘણાંને થતું હશે કે 1947 થી લઈને 2020 સુધીની ગણતરી કરીએ તો વર્ષ તો 73 જ થાય. તો પછી 74મો કઈ રીતે?
(મને અમુક વિદ્યાર્થીઓ પ્રશ્ન કરતા...)
ધારો કે,
15 ઓગસ્ટ 1947ના દિવસે કોઈક વ્યક્તિનો જન્મ થયો હોય તો આજે એટલે કે 15 ઓગસ્ટ 2020ના રોજ એ વ્યક્તિનો 73મો જન્મદિવસ ગણાય. મતલબ એ વ્યક્તિના 73 વર્ષ પૂર્ણ થયા. (74મું તો હજી બેઠું.)
બીજું, ધારો કે ,
કોઈક વ્યક્તિનો જન્મ આજે (15.8.20) થયો. હવે એ વ્યક્તિ આવતે વર્ષે 15.8.21 ના રોજ પ્રથમ જન્મદિવસ ઉજવશે. પણ જો દેશ આજે જ આઝાદ થયો હોત તો આપણે આવતે વર્ષે બીજો (2nd) સ્વાતંત્ર્ય દિવસ ઉજવતા હોત.
સ્વાતંત્ર્ય દિવસની ગણ્તરીમાં થોડું અલગ લોજીક છે. જે દિવસે દેશને આઝાદી મળી (15.8.47) એ દિવસ જ દેશનો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ બની ગયો કહેવાય! એ રીતની ગણતરીમાં 1947 અને 2020 એ બંને વર્ષો ધ્યાનમાં લેવાય.
