કમલા-પુરૂષોત્તમ એક્સેલન્સ ઍવોર્ડ
(નવસારી ગાંધી સમાજ)
-----------------------------
શ્રી નવસારી મોઢ ગાંધી યુવક/મહિલા મંડળ સંચાલિત ૮૮મો 'વિદ્યાભ્યાસ પ્રોત્સાહન પુરસ્કાર પ્રદાન સમારોહ' તા. ૩/૨/૨૦૧૯ રવિવારના રોજ યોજાયો.
અને,
મને 'અચ્છે દિન આયે' જેવી અનુભૂતિ કરાવી ગયો.
એકચુઅલી, છેલ્લા બે સન્ડે મારા માટે ફન-ડે જેવા રહ્યા...
આજે બેક-ટુ-બેક બીજા વર્ષે અમારા ગાંધી સમાજના એક્સેલન્સ એવૉર્ડ 'કમલા-પુરુષોત્તમ'થી મને નવાજવામાં આવ્યો, જે ઇતર પ્રવૃતિઓ (સાહિત્ય/લેખન)માં સિદ્ધિ મેળવવા બદલ મને મળેલ છે.
ગયા સન્ડે, સુરેન્દ્રનગર ખાતે 'મમતા વાર્તાસ્પર્ધા'માં મારી વાર્તાને વિજેતા-પુરસ્કાર મળ્યો હતો.
નવસારી મોઢ ગાંધી સમાજના અગ્રગણ્ય એવાં Chetna Birla, Narendra Birla, Satyam Birla - એમની શુભેચ્છાઓ તથા સહકાર અમને ફળ્યા છે. ઉપરાંત, Sayaji Vaibhav લાયબ્રેરી, નવસારી (તથા તેમનો કો-ઓપરેટિવ સ્ટાફ, Deepak Parikh)નો પણ હું ખાસ આભારી છું, જ્યાંથી મને અઢળક વાંચનસામગ્રી ઉપલબ્ધ થતી રહે છે.
અગત્યની અને ઉલ્લાસની વાત તો એ કે આજે એક જ મંચ પરથી ત્રણ પુરસ્કારો અમારા ઘરમાં એકસાથે પધાર્યા-
(1) Zeel Gandhi - 80% (std. 8)
(2) Yash Gandhi - 79% (Comp. Eng-Sem IV)
(3) Dharmesh Gandhi - (કેતન મુનશી 2017-18)
જૂની કહેવત છે કે દરેક પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. મારી પાછળ રહેલી સ્ત્રી છે, યામિની - મારી વાઈફ!
(જોકે એ વાત અલગ છે કે એણે જ મને તાકીદ કરી છે કે પોસ્ટમાં મારું નામ આવવું જોઈએ!☺😊☺ સ્ત્રીઓ હવે પુરુષની 'પાછળ' નહિ, આગળ નીકળી ગઈ છે એનું આ ઉદાહરણ... શું થાય!)
એકચુઅલી, મારો સન યશ, મને કાલે ફોન કરીને કહે કે - ડેડી, તમારી સક્સેસ પાછળ મમ્મી જ છે. મેં પાછળ ફરીને જોયું, પછી પૂછ્યું, કઈ રીતે? તો કહે, જ્યારે રાતે તમે વાર્તા લખતા હોવ ત્યારે મમ્મી સૂઈ જાય છે, એ પણ એક હેલ્પ જ કહેવાય ને! પછી ફોનમાંથી ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો. (હજુ હું આ વિશે વિચાર્યા જ કરું છું -☺ google still searching...)
મેં કહ્યું, દીકરા, તારી મમ્મી જ્યારે મારી વાર્તા 'લખાતી' હોય ત્યારે જ નહિ,
'વંચાતી' હોય ત્યારે પણ સૂઈ જાય...
(Very helpful nature☺)
-----------
◆ DG
3-Feb-2019








No comments:
Post a Comment