હસ્તરેખા ઉપર હસ્તાક્ષર
----------------------
'સાહિત્ય સેતુ ગ્રુપ, વ્યારા' દ્વારા આયોજિત 'ટૂંકીવાર્તા-લેખન શિબિર' એટલે સાહિત્યકાર શ્રી માવજીભાઈ મહેશ્વરીનો વન-મેન આર્મી શો...

કોઈક પૂછે, 'હાવ ઇઝ ધ જોશ?' તો માવજીસાહેબના ઉત્સાહ માટે શિબિરાર્થીઓનો તરવરાટ બોલી ઊઠે, 'હાઈ, સર!'
તમે જુઓ છો ને, માવજીસાહેબે કેવા અમને અઘોરી બનાવી દીધા - રાતે બારના ટકોરા થતા હોય; આસપાસ ઉડતા નિશાચરો હોય; એમના ગણગણાટ સામે ઝઝૂમવા માટે અગરબત્તી ધૂમ્રસેર છોડતી હોય; અંધકારનું ચીરહરણ કરવા માટે મોબાઈલની ડાઉન થવાના આરે ઊભેલી બેટરીનો પ્રકાશ હોય - પણ, આ તો એક સાધના છે, અપાયેલા 'વાર્તાલેખન હોમવર્ક' માટેની... તમે જુઓ છો ને!
જૂનાગઢ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી નૈષધ મકવાણા સાહેબ તથા ડિસ્ટ્રીકટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર (વલસાડ) સુશ્રી આશાબેન ગામીત મેડમની ઉપસ્થિતિમાં
ખાવા-પીવા-રહેવાની સગવડ સાથે ચાયની ચૂસકી સુધીનું સફળ આયોજન કરનારા કવિમિત્ર ઉમેશભાઈ તામસે તથા અન્ય તરવરિયા સ્વયંસેવકોએ વાર્તાકળા શીખવાનું સહજ બનાવ્યું, બે દિવસ માટે!
અને અંતે માવજીસર તરફથી એમના વાર્તાસંગ્રહ 'હસ્તરેખા'ની અમૂલ્ય સોગાદ; ઉપર હસ્તાક્ષર કરીને મારી લેખન-ધગશમાં નવા પ્રાણ પૂરાય એ આશયે મારા માટે એમના અમૂલ્ય શબ્દો - 'તમે એકલા છો એવું માનતા હો ત્યારે આકાશ તરફ દ્રષ્ટિ કરવી.'
આભાર... 💐😊💐
Mavji Maheshwari
Asha Gamit
ઉમેશ તામસે 'ધબકાર'
naishadh makwana
---------------
ધર્મેશ ગાંધી
નવસારી 23.9.19

No comments:
Post a Comment