ટ્રેન ટુ કબ્રસ્તાન
------------------
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'ના નિર્માતા શ્રી અસિતભાઈ મોદીને કોણ નહીં ઓળખે?☺
મારી વિજેતા/સન્માનિત કૃતિ 'ટ્રેન ટુ કબ્રસ્તાન'ને અસિતભાઈના હસતા😊 હસ્તે પુરસ્કાર તથા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું એ મારા માટે ગૌરવવંતી લાગણીની પળ!
માતૃભાષાનાં ગૌરવશાળી દિને અંધેરી-મુંબઈ ખાતે યોજાયેલા અવિનાશ પારેખ તથા 'કોફી મેટ્સ' આયોજિત 'મમતા વાર્તા સ્પર્ધા-૪ (૨૦૧૯-૨૦)'નાં પારિતોષિક વિતરણ સમારોહમાં સાહિત્યકાર શ્રી મધુરાય સાહેબ તથા રંગભૂમિના જાણીતા કસબીઓ સુશ્રી મીનળબેન પટેલ, શ્રી ઉત્કર્ષ મઝુમદાર, શ્રી મનોજ શાહ તથા 'ચિત્રલેખા'વાળા શ્રી ભરતભાઇ ઘેલાણી તેમજ નીલા ટેલિફિલ્મ્સના સર્જક શ્રી અસિતભાઈ મોદીની ધરખમ હાજરીમાં જ્યારે આપણી વાર્તા સન્માનિત પારિતોષિકથી વિભૂષિત થાય ત્યારે અવિરત શબ્દો ટપકાવવા માટે થનગનતી આપણી કલમ 'શાહી શાહી' ન પોકારી ઊઠે તો જ અચરજ!💐
જોકે મંજિલ હજી દૂર છે!
પણ ઘોર અંધારુંયે ક્યાં એ સાબિત કરે છે કે સવાર ક્યારેય પડશે જ નહીં!😊
------------------------
ધર્મેશ ગાંધી (નવસારી)
સાભાર ચરણસ્પર્શ શ્રી Madhu Thaker સાહેબ💐
#DGprize #DGcontest #DGfiction
------------------
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'ના નિર્માતા શ્રી અસિતભાઈ મોદીને કોણ નહીં ઓળખે?☺
મારી વિજેતા/સન્માનિત કૃતિ 'ટ્રેન ટુ કબ્રસ્તાન'ને અસિતભાઈના હસતા😊 હસ્તે પુરસ્કાર તથા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું એ મારા માટે ગૌરવવંતી લાગણીની પળ!
માતૃભાષાનાં ગૌરવશાળી દિને અંધેરી-મુંબઈ ખાતે યોજાયેલા અવિનાશ પારેખ તથા 'કોફી મેટ્સ' આયોજિત 'મમતા વાર્તા સ્પર્ધા-૪ (૨૦૧૯-૨૦)'નાં પારિતોષિક વિતરણ સમારોહમાં સાહિત્યકાર શ્રી મધુરાય સાહેબ તથા રંગભૂમિના જાણીતા કસબીઓ સુશ્રી મીનળબેન પટેલ, શ્રી ઉત્કર્ષ મઝુમદાર, શ્રી મનોજ શાહ તથા 'ચિત્રલેખા'વાળા શ્રી ભરતભાઇ ઘેલાણી તેમજ નીલા ટેલિફિલ્મ્સના સર્જક શ્રી અસિતભાઈ મોદીની ધરખમ હાજરીમાં જ્યારે આપણી વાર્તા સન્માનિત પારિતોષિકથી વિભૂષિત થાય ત્યારે અવિરત શબ્દો ટપકાવવા માટે થનગનતી આપણી કલમ 'શાહી શાહી' ન પોકારી ઊઠે તો જ અચરજ!💐
જોકે મંજિલ હજી દૂર છે!પણ ઘોર અંધારુંયે ક્યાં એ સાબિત કરે છે કે સવાર ક્યારેય પડશે જ નહીં!😊
------------------------
ધર્મેશ ગાંધી (નવસારી)
સાભાર ચરણસ્પર્શ શ્રી Madhu Thaker સાહેબ💐
#DGprize #DGcontest #DGfiction

No comments:
Post a Comment