Wednesday, 10 April 2019

બ્લાઇન્ડ ગેમ... ગેમ ઓવર... (FB post - Last Chapter)

#BlindGame    #Making
બ્લાઇન્ડ ગેમ... ગેમ ઓવર...
------------------------------
દિવાળી-વેકેશનથી શરુ થયેલોશબ્દ, સૌંદર્ય અને ષડ્યંત્રનો ખેલ’ -એટલે કે મારી સસ્પેન્સ-થ્રિલર-ધારાવાહિક નવલકથાબ્લાઇન્ડ ગેમઆખરે એપ્રિલ-વેકેશનમાંઓવરથઈ.

સળંગ છ માસથીગુજરાત ગાર્ડિયનદૈનિકની બુધવારની પૂર્તિમાં પ્રકાશિત થઈ રહેલી આ નવલકથાની આજના અંતિમ પ્રકરણ-૨૧ સાથે પૂર્ણાહુતિ થાય છે. આ સફર દરમ્યાન પ્રકરણ લખતી વેળાએ ઠંડીયે આવી... એ પણ ગઈ... ને આખરે ગરમી આવી પહોંચી. ડિસેમ્બર-જાન્યુઆરીની રોચક ઠંડીમાં, રાતના સન્નાટામાં, જેકેટ ચઢાવીને, ભરૂચની ખારી શીંગ અને સોસીયોના સંગાથે, સસ્પેન્સ નવલકથા-લેખનની જે થ્રિલ છે, જે નશો ચઢે છે, એ નીચે આપેલ મારી એક વિન્ટર-ફાઇલ-તસવીર જોઈને કલ્પી શકાય એમ છે.

આશરે ૧૫૦૦ શબ્દોનું એક એવાં દરેક પ્રકરણ લખવા માટે સરેરાશ ૧૫ કલાકોનો ઉપયોગ (ઓફકોર્સ, ઉપયોગ... વ્યય નહિ!) કરવાનું મારા માટે એક અવિસ્મરણીય અનુભવ જેવું રહ્યું. આ દરમ્યાન અઠવાડિયાના ચાર દિવસ લખવાનું, ત્રણ દિવસ વાંચવાનું... (અને બાકીના દિવસો ફેમીલી માટે... ખાવા-પીવા-ફરવાનું... હા..હા...).

ને પાછું લખવાનું તો મને રાતે જ ફાવે (ભાઈ, દિવસના જોબ + ટ્યુશન કલાસીસ ખરાંને...). રોજના ચાર કલાક (રાતે ૯ થી ૧ IST) લખવાનું, લખવાનું, એટલે લખવાનું જ... જ... (ચાહે પ્રલય ક્યૂં ન આ જાયે!).

પણ... હવે એ કલાકો ખાલી પડ્યા છે! એમાં ક્યાંક ક્યાંક કી-બોર્ડના ટકોરાના ભણકારા વાગ્યા કરે છે!

જોકે ડેડલાઇનને મેં ક્યારેય પ્રેશર તરીકે નથી લીધી, પ્રોમિસ તરીકે જ લીધી છે. ખુદની ખુદને કરેલી એક પ્રોમિસ... અને આ માટે દોસ્ત  Mayur Patel નો જેટલો આભાર માનું એટલો ઓછો! એપ્રિલ-૨૦૧૮માં સ્ફૂરેલા પ્લોટ ઉપરથી આખરે જૂનમાં ત્રણ પેજનો એક સ્ક્રિનપ્લે તૈયાર કરીને મેં એમને મોકલ્યો. વ્યસ્તતા વચ્ચે પણ એમણે થોડાં જ દિવસોમાં પ્રતિભાવ આપ્યો. એમને પ્લોટ, પાત્રાલેખન તથા તેમાં સમાવેલાટ્વિસ્ટ એન્ડ ટર્ન્સખૂબ પસંદ પડ્યા. મને ઓગસ્ટમાં ગ્રીન સિગ્નલ મળ્યું. છેવટે નવેમ્બર-૨૦૧૮માં ગેમ સ્ટાર્ટ થઈ. ચાર-પાંચ પ્રકરણો એડવાન્સમાં લખાતાં ગયાં; સબમિટ થતાં ગયાં... અને પછી તો લગભગ દરેક પ્રકરણ વખતે મયુરભાઈ સાથે નવલકથા અંતર્ગતફોન પે ચર્ચાથતી રહી... આમ, મારી પ્રથમ જ નવલકથા પ્રિન્ટ-મીડિયામાં પ્રકાશિત કરવામાં એમનોમયુરફાળો’!

આ ઉપરાંત, ઝોમેટો ઉપર ઓર્ડર કર્યા વગર જ ૧૦૦% ફ્રીમાં મળેલ એડિટર Soniya Thakkar ને આ નવલકથાની સફળતાનો શ્રેય... એમનું એડિટીંગ, સલાહ-સૂચનો, કથામાં જીવતાં પાત્રોમાં નિખાર લાવવામાં મદદરૂપ નીવડ્યા.

મારા હોમ-ટાઉન નવસારી (તથા દાંડી)ને વાર્તામાં સમાવી લેવાનું મજેદાર રહ્યું. આજ દિન સુધી ચાર વખત માઉન્ટ-આબુની લેવાઈ ચૂકેલી મારી આહ્લાદક મુલાકાતોનો દેખીતો ફાયદો એ રહ્યો કે નવલકથાની પૃષ્ઠભૂમિમાં, દરેક પાત્રોને આબુના પહાડોમાં વિહરતાં કરી દીધાં. નખી ઝીલ... ગુરુ શિખર... દેલવાડાના ડેરા... સનસેટ પોઇન્ટ... ભવ્ય કોટેજ... તથા રોમાંસ અને રોમાંચથી ભરપૂર યશ!

પણ, અફસોસ... હવે એ પાત્રો અરમાન, અર્પિતા, કુરેશીસી. એમ, જયકાંત, અલખ-નિરંજન, મેક-જેક, મુસ્કાન.... એન્ડ લાસ્ટ બટ નેવર બિન લીસ્ટ - નવ્યા... રાતે ૯ થી ૧ -ના ગાળામાં ઉજાગર નહિ થાય! સોહામણી નવ્યાની ગોરી-પાતળી હની જેવી કમર અને એમાં ખોસેલી જર્મન-મેઇડ રિવોલ્વર હવે ધડાકો નહિ કરે!

ઓળખીતા તેમજ અજાણ્યા મિત્રો તરફથી ઉત્સાહજનક પ્રતિભાવો મેસેજ/ઇ-મેઇલ/ફોન દ્વારા સતત મળતા રહ્યા; પ્રેરણા આપતા રહ્યા; નવી દિશા દર્શાવતા રહ્યા. ખાસ મિત્રો જેવા કે Sneha Zandawala, Megha Thakkar, Kinjal Gandhi, Solly Fitter, Prafull Kanabar, Dhaval Soni, Shraddha Bhatt વગેરે સામે ચાલીને દરેક ચેપ્ટર વાંચવાની (PDF) માંગણી કરતાં રહ્યાં; જોશ વધારતાં રહ્યાં એ આનંદ!

સર્વે મિત્રો/શુભેચ્છકોનો આભાર.
અસ્તુ (ગેઇમ ઓવર)!
------------------
ધર્મેશ ગાંધી
નવસારી 10.4.19
#BlindGame  #Making






No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...