Friday, 8 November 2019

દ્રષ્ટિકોણ (POV - Point Of View)


દ્રષ્ટિકોણ
(POV - Point Of View)
વાર્તા કહેવા(લખવા)ના મુખ્ય ત્રણ દ્રષ્ટિકોણ છે અને દરેકમાં કંઈક ફાયદાઓ સાથે અમુક મર્યાદાઓ પણ રહેલી છે.
 પ્રથમ પુરુષ
પ્રથમ પુરુષ એ../.. હું, અમે, મને, મારું-મારા-મારી, અમે-અમારું-અમારા-અમારી-અમને...’ સાથે સંદર્ભ ધરાવે છે.
(ઉદા. – મેં જોયું, સૂકાં-પીળાં પાંદડાં મારા પગ તળે કચડાઈ રહ્યાં હતાં.)
 ફાયદાઓ-
·         મોટા ભાગના લેખકો માટે આ દ્રષ્ટિકોણ પ્રિય... કારણકે આપણું વિશ્વ હંમેશા હુંથી રચાયેલું હોય છે.
·         વાચકને વાંચતી વખતે વાર્તા પોતાની હોવાની અનુભૂતિ થાય.
·         ફક્ત એક દિમાગનું સંચાલન કરવાનું હોય છે વાર્તાકાર/કથક (નેરેટર)નું દિમાગ...
·         મુખ્ય પાત્રના અંતરિક અવાજ (Internal Voice)ને વધુ સક્ષમતાથી રજૂ કરી શકાય.
મર્યાદાઓ-
·         ફક્ત મુખ્ય પાત્ર (કથક) જે જુએ/વિચારે/અનુભવે છે એ જ રજૂ કરી શકાય.
·         કથક (મુખ્ય પાત્ર)એ વાર્તામાં સતત હાજર રહેવું પડે છે.
·         અન્ય પાત્રના દિમાગમાં ઘૂસી શકાતું નથી. મુખ્ય પાત્ર સિવાયના અન્ય પાત્રોના વિચારો આલેખી શકાય નહિ, વધુમાં વધુ કદાચ એ વિશે ધારણા બાંધી શકાય.
બીજો પુરુષ
સૌથી ઓછી માત્રામાં ઉપયોગમાં લેવાતો બીજો પુરુષ એ../.. તું/તમે, તારું/તમારું, તને/તમને...’ સાથે સંદર્ભ ધરાવે છે.
(ઉદા. – તમે જોયું, સૂકાં-પીળાં પાંદડાં તમારા પગ તળે કચડાઈ રહ્યાં હતાં.)
ફાયદાઓ-
·         કંઈક નવું લખવા/વાંચવાનો આનંદ મળે.
·         લેખક તરીકે વાચક સાથે સીધો સંપર્ક સાધી શકાય.
·         તમે આમ કર્યું... (વાચકને એવી લાગણી થાય, જાણે કે લેખક એને પોતાને કહી રહ્યો છે.)
મર્યાદાઓ-
·         વાંચવામાં થોડું વિચિત્ર પણ લાગી શકે.
·         જો વાચક પોતે લેખકના દ્રષ્ટિકોણથી વિચારે તો પોતે એ કોઈક બીજાને કહી રહ્યો છે એવી પણ લાગણી જન્મી શકે.
ત્રીજો પ્રુરુષ
મહત્તમ વાર્તાઓ/નવલકથાઓમાં ઉપયોગમાં લેવાતો ત્રીજો પુરુષ એ../.. તે/, તેણે/એણે, તેનું/એનું...’ સાથે સંદર્ભ ધરાવે છે.
(ઉદા. – એણે જોયું, સૂકાં-પીળાં પાંદડાં એના પગ તળે કચડાઈ રહ્યાં હતાં.)
ત્રી.પુ. – અમર્યાદિત
ફાયદાઓ-
·         દ્રશ્ય મુજબ વાર્તાનું દ્રષ્ટિબિંદુ બદલાતું રહે છે.
·         એકથી વધુ પાત્રોના દ્રષ્ટિકોણથી વાર્તાપ્રવાહ આગળ વધતો રહે છે.
·         વાર્તાનો વિસ્તાર વધારી શકાય છે, કોઈપણ પાત્રનો આંતરિક અવાજ / મનોમંથન આલેખી શકાય છે.
મર્યાદાઓ-
·         દરેક પાત્રનો મનોવેપાર આલેખવામાં ક્યારેક વાચક(લેખક પણ) ગૂંચવાઈ જાય છે.
ત્રી.પુ. – મર્યાદિત
ફાયદાઓ-
·         કોઈ એક પાત્ર (સામાન્યરીતે, મુખ્ય પાત્ર)ના દ્રષ્ટિકોણથી વાર્તાપ્રવાહ આગળ વધતો રહે છે.
·         મુખ્ય પાત્રના વર્તન/વિચારોને સચોટપણે (વધુ ફૂટેજ) આલેખી શકાય.
મર્યાદાઓ-
·         ખાસ નહિ...
·         દ્રશ્ય મુજબ કોઈ એક જ પાત્રના વર્તન/વિચારોને રજૂ કરી શકાય.
·         અન્ય પાત્રના વર્તનને કોઈક એક (મુખ્ય) પાત્રના દ્રષ્ટિકોણથી રજૂ કરવા પડે છે.
---------------
ધર્મેશ ગાંધી
નવસારી
(8.11.19)
Follow my FB Page --
https://m.facebook.com/story.php?story_fbid=964266393947398&id=399043663803010

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...