Sunday, 8 December 2019

VNSGU - સર્જનાત્મક લેખન કોર્સ - શ્રી કિરીટભાઈ દૂધાત

વાર્તાકાર અને શનિવાર
---------------------------
વીર નર્મદ સાઉથ ગુજ. યુનિ. (VNSGU)ના એમ.ફિલ./પીએચ.ડી. કન્ટેન્ટ કોર્સ તેમજ સર્જનાત્મક લેખન કોર્સના ત્રણ સેશન એટેન્ડ કરવાનો લ્હાવો અને સાહિત્યકાર શ્રી કિરીટભાઈ દૂધાત સાહેબ દ્વારા અપાયેલી વાર્તાલેખન અંગેની સમજ... ઉપયોગી અને આનંદદાયક રહી.
હિમાંશીબેન શેલતની વાર્તા 'અંધારી ગલીમાં સફેદ ટપકાં'નું પઠન તથા વાર્તામાં ઠેરઠેર છૂપાયેલી લક્ષણા-વ્યંજનાની કિરીટભાઈ, શરીફાબેન વીજળીવાળા તેમજ નરેશભાઈ શુકલા દ્વારા અપાયેલી સાચી અને રસાળ સમજ બાદ વાર્તા વાંચવાનું (અને લખવાનું) લેખે લાગે...
મિત્ર કાર્તિક દ્વારા અપાયેલ પુસ્તક-ભેટ 'ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર' (શરીફાબેન વીજળીવાળા)થી એ મઝામાં ઉમેરો... કારણકે આ પુસ્તક અમદાવાદ બુકફેરમાં પણ અવેલેબલ ન હતું, એ મળી ગયું!
અને પછી મિત્રો સાથે મસાલા ઢોસા, મન્ચુરિયન અને સોસિયોની મહેફિલ તો ખરી જ!
F•R•I•E•N•D•S @ University Canteen
આભાર-
Kirit Doodhat
Sharifaben
Naresh Shukla
Kartik Makwana
Jignesh Solanki
------------------
From --> ધર્મેશ ગાંધી (નવસારી)
7.12.19
#DGsnap #DGfiction




No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...