ANITA
---^---
‘અનિતા’ને ઓળખો છો? તેના કારનામાં જાણો છો?
‘અનિતા’ – ANITA - અંગ્રેજી ઉચ્ચારણ મુજબ ‘એનીટા’...
એન્ટાર્કટિક ઇમ્પલસિવ ટ્રાંસિએન્ટ એન્ટેના (Antarctic Impulsive Transient Antenna - ANITA)
*
અમેરિકાની અવકાશી સંસ્થા – 'NASA'એ ‘સમાંતર બ્રહ્માંડ’ (પેરેલલ યુનિવર્સ) શોધી કાઢ્યું છે. આપણા બ્રહ્માંડની નજીકમાં એક બીજું બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ, અહીં સમય ઊલટો ચાલે છે. નાસાના વૈજ્ઞાનિકો દ્વારા આ અંગે એન્ટાર્કટિકામાં એક સંશોધન કરવામાં આવ્યું હતું.
*
‘એનિટા’ને એક વિશાળ બલૂનથી એવી ઊંચાઈએ લઈ જવામાં આવ્યું હતું જ્યાં હવા શુષ્ક હતી, કોઈ રેડિયો અવાજ ન હતા. ઉચ્ચ ઊર્જાના કણો બાહ્ય અવકાશથી પૃથ્વી પર આવતા રહેતા, જે અહીં કરતાં અનેક મિલિયન ગણા વધારે શક્તિશાળી હોય છે. એવા કણો જેનું વજન શૂન્યની નજીક હોય છે. તેઓ કોઈ પણ કણો સાથે ટકરાયા વિના પૃથ્વીમાંથી પસાર થાય છે. પરંતુ ઉચ્ચ ઉર્જાના કણો પૃથ્વીના નક્કર પદાર્થ સાથે ટકરાતા અટકી જાય છે. ANITA દ્વારા અંતરિક્ષ તરફ એવા ન્યુટ્રીનોસ મળી આવ્યા હતા, જે પૃથ્વીથી ઉપર તરફ આવતા હતા. એટલે કે, આ કણો સમયમાં પાછળની તરફ ચાલી રહ્યા છે. જે સમાંતર બ્રહ્માંડના સિદ્ધાંતને યોગ્ય ઠેરવે છે.
*
એ અહેવાલ મુજબ, 13.8 અબજ વર્ષો પહેલા બિંગ-બેંગના સમય દરમિયાન બે બ્રહ્માંડની રચના થઈ હતી. એક, જેમાં આપણે જીવીએ છીએ. બીજું, એક એવું બ્રહ્માંડ છે જે હાલના સમય કરતાં પાછળની તરફ જઈ રહ્યું છે. જ્યાં સમય ઊંધો ચાલે છે. જોકે વૈજ્ઞાનિકોમાં નવા બ્રહ્માંડની થીયરી અંગે મતમતાંતર પ્રવર્તે છે.
------------
ધર્મેશ ગાંધી
(Courtesy : NASA Report & Images)



No comments:
Post a Comment