Tuesday, 20 October 2020

ડિયર અનુભૂતિ 😊 'જલારામદીપ' દીપોત્સવી અંક 😊 ઓક્ટોબર-૨૦૨૦

દિવાળી આવી ને વાર્તા લાવી!

😊ડિયર અનુભૂતિ☺
-------^------^--------
૩૮ વર્ષની વયે પહોંચેલા સામયિક 'જલારામદીપ'ના
દીપોત્સવી અંક (ઓક્ટોબર-૨૦૨૦)માં મારી વાર્તા
'ડિયર અનુભૂતિ'...

 
*
કુમારિકાથી પરિણીતા બનવા સુધીની સફર દરમ્યાનના અલગ અલગ તબક્કે એક યુવતીને થતી અલગ અલગ અનુભૂતિની કહાણી...
*
આજે હું આખરી વખત એને વળગી પડી હતી. એમ પણ છેલ્લી ઘણી મુલાકાતો મેં આખરી હોવાની અનુભૂતિથી જ એની સાથે ગાળી છે. અત્યારે પણ મને એ આલિંગન મહેસૂસ થાય છે. હું એને જાણે હંમેશ માટે પોતાનામાં સમાવી લેવા માગતી હોઉં એમ કસીને વળગી પડું છું. એના હુંફાળા શ્વાસ મારા કાનમાં ધગધગતા પડઘા પાડે એટલું કસીને, મારા હદયના ધબકારા એની ધડકનોમાં ઓગળી જાય એટલું કસીને, હું એનું આલિંગન માણું છું. મારી બંધ પાંપણો ઉઘડે છે. દૂર સુધી નજર ફેલાય છે - ક્ષિતિજ તરફ... હું જોઉં છું ધરતી-આકાશ એકબીજાની આગોશમાં છે. પણ એ તો એક વહેમ છે ને! બંને વચ્ચે તો અમાપ અંતર છે - બિલકુલ મીરા-મલ્હાર વચ્ચે છે એવું! હું મલ્હારથી અળગી થઈને મારાં નવાં રચાઈ રહેલાં જગત તરફ દોટ મૂકું છું. અરે, હું તો અહીં છું! પણ, મને ખાતરી છે કે મલ્હાર મને ક્ષિતિજમાં વિલીન થતી તાકી રહ્યો હશે. પાછળ ફરીને હું જોતી નથી; જોઈ શકતી નથી... કદાચ, જોવા માગતી નથી!
Read more...
-------^------^------^-------
© ધર્મેશ ગાંધી (નવસારી)
20.10.20
-----------------
 


 
 

 
પ્રસ્તુત વાર્તા મિત્ર-એડિટર
Soniya Thakkar
ને અર્પણ કરતાં સાહિત્યિક આનંદની અનુભૂતિ થાય છે.😊 'જલારામદીપ'માં પ્રકાશિત કરવા બદલ શ્રી
Satish Danak
સાહેબનો ખૂબ ખૂબ આભાર.😊💐
-----^----^-----

 

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...