Sunday, 4 October 2020

Unfinished - PC

 

Unfinished
-------------
...અને તેથી, તમે જે નથી જોયું એ દરમ્યાનના સમયગાળામાં હું કઈ રીતે 'હું' બની એ અંગે ચોક્કસપણે તમે સમજી શકશો.
ત્યારે હું એ પણ આશા રાખું છું કે તમે એક વિશ્વાસ સાથે આગળ વધશો, એ જાણીને કે, એ બાબત બરાબર જ છે કે, જિંદગીના નિર્ણયો લેતી વખતે અમુકની પસંદગી કરવી, અમુક વસ્તુઓ છોડી દેવી અને અમુક બાબતો અપૂર્ણ રાખવી પડતી હોય છે.
તમારા ત્યાર પછીના ગંતવ્ય (મંજિલ) તરફ પહોંચવાની સફર માટે શું આવશ્યક છે એ જાણીને તમે એ તરફ આગળ વધી જશો. આપણાં બધાં પાસે, કહેવા માટે, અલગ અલગ વાર્તા હોય છે.
આ મારી વાર્તા છે, એન્ડ આઇ એમ Unfinished…

 
***
આ શબ્દો, ૩૮ વર્ષીય ભારતીય અભિનેત્રી, મિસ વર્લ્ડ (૨૦૦૦), અને નેશનલ ફિલ્મ એવૉર્ડ વિનર, પ્રિયંકા ચોપરા જોનાસનાં છે.
ખાસ વાત - એમનાં પુસ્તક 'Unfinished - A Memoir' એ પ્રિ-ઓર્ડર લોન્ચના ૧૨ કલાકમાં જ અમેરિકામાં નંબર ૧, અને ૨૪ કલાકમાં ઓવરઓલ 'બેસ્ટસેલર'ની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
ગ્રેટ ઇન્ડિયન! ગ્રેટ લેડી! ગ્રેટ અચિવમેન્ટ!
(પુસ્તકની અધધ કિંમત: 28 USD - 2000 Rs.
જાન્યુ-2021માં રિલીઝ થશે.)

 
PC નાં જણાવ્યા અનુસાર, મિસ વર્લ્ડથી લઈને હોલીવુડ સુધીની પોતાની સફરના સંભારણા એમાં પ્રામાણિકતા અને મસ્તીથી ભર્યાં આલેખાયાં છે જે લોકો માટે પ્રેરણાદાયી સાબિત થશે, ખાસ કરીને મહિલાઓ માટે, સંઘર્ષ કરતી દરેક યુવતીઓ માટે...
જો તમે સુવિખ્યાત હોવ તો સફળતા મળવાની તકો આપોઆપ વધી જાય છે. કહેવાયું છેને, કામ એવું કરો કે નામ થઈ જાય; અને નામ એવું કરો કે નામ પડતાં જ કામ થઈ જાય!
જાણીતી ઉક્તિ મુજબ, આપણે કહેતાં રહીએ છીએ કે, બસ એક તક મળે તો હું સેંકડો સિદ્ધિઓ હાંસલ કરીને દેખાડી દઈશ. પણ, સામે એ પણ કહેવાય છે - એક સિદ્ધિ તો હાંસલ કરો, તક તો પછી સેંકડો ઊભી થઈ જશે!
હવે એ દરેકના પુરુષાર્થ તથા પ્રારબ્ધ ઉપર આધાર રાખે છે કે એમને પહેલાં તક મળે છે કે સિદ્ધિ!
---------------
ધર્મેશ ગાંધી
નવસારી 4.10.20
----------------

 
Courtesy: PC Instagram a/c:

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...