Saturday, 19 January 2019

'કુમાર' * જાન્યુ-૨૦૧૯ * મારી લઘુકથા - 'વાપસી'


છેલ્લાં ૯૫ વર્ષથી દબદબાભેર ચાલતું ઉમદા સ્તરના સાહિત્યનું સામયિક એટલે 'કુમાર'...
-અને એ પ્રતિષ્ઠિત 'કુમાર'ના અંક જાન્યુ-૨૦૧૯માં મારી લઘુકથા 'વાપસી' જ્યારે પ્રકાશિત થાય, ત્યારે કુમળી કલાર જેવી લાગણી - ભલે અગાઉ પણ થઈ ચૂકી હોય - ફરી એકવાર જન્મે એ તો સ્વાભાવિક છે!
---------
વાપસી
---------
માનાં ખોળામાં માથું ઘાલીને ચોધાર આંસુએ એણે કહેવું હતું, ‘મા, હું આવ્યો!
વેરવિખેર થઈ ચૂકેલી લાગણીને ફરીથી એકત્ર કરતો એ અધીરી ચાલે આગળ વધ્યો. ગામ છોડતી વખતે નહોતી થઈ એટલી કારમી પીડા આજે પોતાનું જ ઘર શોધવામાં થઈ રહી હતી. માફી માંગતા તથા મજબૂરી છતી કરતા શબ્દોની મનમાં ગૂંથણી કરતા એણે વિહ્વળતાથી કદમ ઉપાડયા. એક દાયકા બાદ એ પાછો ફરી રહ્યો હતો.
ધૂળ ખાતી શેરીમાં વળતાં જ એના હૃદયને જાણે કે કોઈએ સખતાઈથી જકડી લીધું હોય એમ સ્થિર થઈ ગયું. કદમ ધ્રૂજવા માંડ્યા. એની નજર સામે જર્જરિત થઈ ચૂકેલી મા હતી!
અરે! શ્રવણ તો નહિ?’ આંખો ઝીણી કરીને ઓળખવાનો પ્રયત્ન કરી રહેલા પડોશી શંભુકાકાનો તરડાયેલો અવાજ એના કાને અથડાયો, ‘તારા વિરહમાં તારી મા અધમૂઈ થઈ ચૂકી છે. કેતી રેછે - બસ એક વાર દીકરાને આ ઘરડી નજર હેમખેમ જોઈ લે એટલે નિરાંતે આંખો મીંચી દઉં!
માજી...કેડેથી વળીને આંગણું વાળતી માની એકદમ નજીક પહોંચતા જ એના શબ્દો જાણે કે થીજી ગયા, ને હોઠ ફફડ્યા, ‘નજીકમાં ક્યાંક ભાડાનું મકાન મળશે?’
---------------
ધર્મેશ ગાંધી
(નવસારી)
----------------
19-Jan-2019





No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...