Saturday, 18 July 2020

હે રામ * નવચેતન * માર્ચ-૨૦૨૦

 હે રામ

---^--^---
નવસારીના એક વિસ્તાર 'ભેસતખાડા'માં આવેલું વર્ષો પુરાણું મંદિર... આમ તો મારા નામનો અર્થ જ ‘ધર્મનો ધણી’ એવો કંઈક થાય, પણ નામ તેવા ગુણ મારામાં અવતર્યા નથી. છતાં, એક સર્જકે પોતાની રચનાના પાત્રમાં ઢળવું હોય તો એ તરફ પણ ઝૂકવું પડે!

 
તો વાત જાણે એમ છે કે, વાર-તહેવારે ભેસતખાડા જવાનું થાય ત્યારે સ્મરણ થઈ આવતું કે બાળપણમાં ‘પરભુ’ નામના એક મિત્ર સાથે એ મંદિરના પ્રાંગણમાં ગિલ્લીદંડો રમતા. રમીને થાકીએ એટલે મંદિરના સફેદ આરસના ઓટલે બેસતા. પરભુ એની પોટલી (દારૂ)ના પૈસામાંથી ક્યારેક મને બરફ-ગોળો ખવડાવતો. એ પરભુ તો પછી પ્રભુને પ્યારો થઈ ગયેલો પણ મંદિરનું એ પ્રાંગણ ગઈ દિવાળીએ મારા માટે એક વાર્તા લખવાનું પ્રયોજન બની ગયું. અને કલ્પના તથા સંવેદનાના સહારે નવલિકા ‘હે રામ’ રચાઈ!
લખીને ‘નવચેતન’ સામયિકમાં મોકલી, અને બે મહિના પછી કાર્યાલયમાંથી ફોન આવ્યો કે વાર્તા પ્રકાશન માટે સ્વીકારાઈ છે.

 
ગયા મહિને તંત્રી શ્રી હેમંતભાઈ શાહનો ફોન આવ્યો. નવસારી એમનું આવવાનું થયા કરે છે એ સંદર્ભમાં એમની સાથે સત્તર મિનિટ વાતો થઈ. એમણે એ પણ જણાવ્યું કે મારી આ વાર્તા સંપાદક શ્રી યશવંત દાદા (મહેતા) સાહેબને ખૂબ પસંદ આવી છે અને એમણે વાર્તાના મથાળે પોતાની ટીપ્પણી પણ લખી છે - 'સતયુગના રામ તો ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અને રાવણને સંહારીને અયોધ્યા પાછા આવ્યા; હવે રાવણનાં નહીં, રાક્ષસનાં રાજ છે...'
તો આ સાથે રજૂ કરું છું – ‘નવચેતન’ના અંક માર્ચ-૨૦૨૦માં પ્રકાશિત થયેલી મારી વાર્તા ‘હે રામ’!
----^------^-----
© ધર્મેશ ગાંધી
(નવસારી)
 
 


 



 

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...