Monday, 1 October 2018

માઇક્રોફિક્શન



ભીની રક્ષા
"ભાઈ, હું કેટલી વિવશ.. કે મારે તારા ફોટો પર.." કહેતાં બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો.

"ઑયે નૌટંકી, બંધ કર તારું આ પાગલપણું.. લે આવી ગયો, બસ?" બોલતાં આર્મી-યુનિફોર્મમાં સજ્જ ભાઈએ પાછળથી આવીને બહેનના ગાલે ટપલી મારી.

"સર પ્લીઝ, પેશન્ટનો ચેકઅપ ટાઈમ, તો જરા.." નર્સે ઇલેક્ટ્રિક-શોક થેરાપીનું મશીન ગોઠવતાં વિનંતી કરી.
------------------
(શબ્દો: ૫૫)

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...