"મમ્મી, જુઓને.. ખરતો
તારો...!"
એંજલનો કોમળ અવાજ પડઘાયો.
"શું ફાયદો..?" એક હૂંફાળો નિઃસાસો નીકળ્યો.
"'વિશ' માંગો તો..!"
"માંગી હતી, ક્યારેક.."
"પછી..?"
યુવતીએ તેજથી ઝળહળતા એક તારાને અનિમેષ દ્રષ્ટિએ
નિહાળ્યો; હથેળીઓમાં ખરેલા તારાની રાખની મહેક અનુભવી, "..પછી... એ પોતે 'તારો' બની ગઈ...!"
રાતનો સન્નાટો... એકલવાયી યુવતીએ પેટના
શૂન્યાવકાશપર હાથ ફેરવ્યો. એક તારો ખેરવી નાખ્યાનો ખાલીપો વર્તાયો.
------------------
(શબ્દો: ૫૫)
-------------------


No comments:
Post a Comment