Friday, 12 October 2018

'મમતા' સામયિક * અતીત * ઓગસ્ટ-૨૦૧૮





અતીત
ડૉ. હૉકિન્સની લેબમાં પ્રવેશતાં જ અતીત રોમાંચિત થઈ ઊઠ્યો. 'ટાઈમ ટ્રાવેલિંગ ચેર' પર બેઠો; બેલ્ટ બાંધ્યા; 'બેક - 50 યર્સ'નું બટન દબાવ્યું. એ સાથે જ...

એની નજર સમક્ષ બાળપણ તરવરી ઉઠ્યું, ને એ બાળક બની ગયો. અતીતે આસપાસનો  માહોલ જોયો, તો જણાયું કે એ અનાથાશ્રમમાં ઉભો છે.

અતીતને ધ્રાસકો પડ્યો. એ પાછો વળીને ભાગ્યો... 'ટાઈમ ટ્રાવેલિંગ ચેર' પર તરાપ મારીને બેસી ગયો, ને ત્વરિત બટન દબાવ્યું. ઉતાવળમાં થાપ ખાધી. ભૂલથી 'બેક - 5 યર્સ મોર'નું બટન દબાયું.

પોતાની જાતને કોઇક અંધારી જગ્યાએ અનુભવી. બહાર એક ધોધરો અવાજ સંભળાયો, "એ બહાર આવે એટલે એને ઉકરડામાં ફેંકી દેજે..."
---------------
(શબ્દો: ૯૬)
(પ્રોમ્પ્ટ : એની નજર સમક્ષ બાળપણ તરવરી ઉઠ્યું, ને એ બાળક બની ગયો.)
---------------

 




No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...