'મન જોબન' ગુજરાતી લઘુકથા
સ્પર્ધા (માર્ચ-૨૦૧૭)
રીઝલ્ટ :
[1] ગ્રામકન્યા 1000/-₹
-સરલા સૂતરીયા
[2] જીપ્સી. 500/-₹
-સોનિયા ઠક્કર
[3] સુવર્ણભસ્મ 500/-₹
-ધર્મેશ ગાંધી
[4] સૂતેલો સંબંઘ 500/-
-મીરાં જોશી
-------------
સુવર્ણભસ્મ
-------------
માંજરી આંખો અને કાળી પાંપણો સ્નેહાને સોનેરી રૂપ આપી
રહ્યાં હતાં. ગાલ પર કુદરતી રતાશ હતી. મેક-અપની એને જરૂર નહોતી. કદાચ જરૂર હોય
તોયે પૈસાની છૂટ નહોતી!
ભીની નજરે સાહિલ સ્નેહાનાં સૂના ગળાને તાકતાં સ્વગત બોલ્યો, "અહીં કાળા દોરાને બદલે પોતાના નામનું મંગલસૂત્ર હોવું જોઈએ, સોનાનું.." પત્નીને સોનાના ઘરેણાંથી લાદી દેવાની મનોમન ધરપત આપી રહ્યો હતો. એની તંદ્રા ત્યારે તૂટી જ્યારે ટ્રેને આખરી સિટી મારીને ઊપડવાનો સંકેત આપ્યો.
"સ્વીટહાર્ટ, આગળના જંકશને મારી રાહ જોજે, એક-બે કલાકમાં મળીએ.." એણે સ્નેહાનાં ગાલ પર વહાલથી આંગળીઓ ફેરવી. ટ્રેન ઊપડી.
"બસ આજે એ કામને અંજામ આપી દઉં, એટલે લાઈફ ‘સેટ’..!" સાહિલે સોનાના ઘરેણાંના શોરૂમને લૂંટવાની યોજના ઘડી હતી. એને મનોમન અંતિમ રૂપ આપ્યું.
પરંતુ, અચાનક પ્રકૃતિએ પડખું ફેરવ્યું...

એના પગ ધ્રુજી ઊઠ્યા. જમીન તરડાવા માંડી. ચોતરફ મકાનો ધારાશયી
થવા લાગ્યાં. પળવારમાં તો આક્રંદ-ભય-તારાજીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું... ઘવાયેલા
પગે સાહિલ દોડ્યો. ટ્રેનના ડબ્બામાંથી પત્નીને શોધી કાઢી. લોહી નિગળતી અવસ્થામાં
એને ઊંચકીને એ ભાગ્યો, "ડૉક્ટર, પ્લીઝ મારી પત્નીને તપાસો… લોહીની જરૂર હોય તો..." એણે હૃદયદ્રાવક પોક મૂકતા કહ્યું, "-એ જીવિત હોય તો રોકાઉં ડૉક્ટર, નહિ તો.."
ને એ શાળાની દિશામાં દોડ્યો. સર્વત્ર કુદરતે સર્જેલી પાયમાલી જ હતી. ઠેર-ઠેર, દૂર દૂર સુધી કાટમાળ તથા મૃતદેહો જ.. કપાયેલાં-છૂંદાયેલાં હાથ-પગ-ધડ-માથાં જોઈ એ ભાંગી પડ્યો.. શાળાનાં ધારાશયી થયેલાં મકાનના કાટમાળ વચ્ચેથી રડવાનો અવાજ સાંભળીને એના આંસુઓએ સ્વાદ બદલ્યો! પોતાની માસૂમ બહેનને જોઈ એ પડતો-આખડતો દોડ્યો; બહેનને ઊઠાવી. લોહીલુહાણ પગોએ ફરીથી એણે હોસ્પિટલ ભણી દોટ મૂકી. લાશોના ખડકલા વચ્ચેથી રસ્તો કાઢતા ક્ષણભર થંભ્યો..
ગરદનરહિત એક ધડ પર નજર સ્થિર થઈ, જ્યાં લોહીથી રગદોળાયેલો હીરાનો હાર ચમકતો હતો. કાંડા વગરના હાથ પર સોનાનું બ્રેસલેટ ઝગમગતું હતું. આસપાસ ચલણી નોટો, સોના-રૂપાના આભૂષણો વેરવિખેર પડ્યાં હતાં..
એ જોતાં જ પોતે ઘડેલી લૂંટની યોજના એના મસ્તિષ્કમાં ઝબકી. એ હચમચી ઊઠયો! ત્રણ લાઈફને 'સેટ' કરવા માટે જે આભૂષણો પોતે લૂંટવાનો હતો, એ હવે રસ્તે રઝળતાં હતાં. નજર હટાવીને એ હોસ્પિટલની દિશામાં દોડ્યો, ત્રણેય લાઈફ ‘સેવ’ કરવા..
------------------

ધમેશ ગાંધી
(શબ્દો : ૩૦૦)

No comments:
Post a Comment