Thursday, 11 October 2018

'કુમાર' સામયિક * મૂંગું જનાવર * મે-૨૦૧૮




લઘુકથા – ‘મૂંગું જનાવર
·      સટ્ટાક...કરતી એક ચાબુક ઘોડાની પીઠ પર પડતાં ટાંગો ઝડપભેર દોડવા લાગ્યો. ચાબખાના અવાજથી અંદર બેઠેલી છોકરી ગભરાઈ, ને નાં હાથમાંથી ઢીંગલી છટકી ગઈ. એ પિતાની સોડમાં લપાઈ. ટાંગાચાલકનો હ્રુષ્ટપુષ્ટ બકરો એની પડખે બેઠો-બેઠો ઘાસ ચાવતો હતો.
‘શું કરીએ સાહેબ...’ ચાલકે બીડી પેટાવીને ઘોડાની પૂંછડી પસવારતાં કહ્યું, ‘આ મૂંગા જીવોને ફટકારવાનો ક્યાં જીવ ચાલે! પણ, ધંધો લાગ્યો...બકરાના રૂંછાદાર શરીરે હાથ ફેરવતાં   જરીક ગમગીન બન્યો, આને ખવડાવી-પીવડાવીને ગેંડા જેવો કર્યો. હવે જરા લાગણી બંધાઈ ને...
મુસાફરે દીકરીનાં હાથમાં ઢીંગલી થમાવી. એનાં અર્ધખુલ્લા મોંમાંથી રેલાતી લાળ લૂછી. આંખ આડે આવી ગયેલાં વાળ બાંધ્યાં.
આ મૂંગું જનાવર તો એ વાતે સાવ અજાણ છે કે એણે હવે હલાલ થવાનું’ ચાલક વ્યથા ઠાલવ્યે જતો હતો, પણ સાહેબ, પેટ ખાતર વાર-તહેવારે...
થોડી વારે એક અંધારી ગલીનાં નાકે ટાંગો ઊભો રહ્યો. જનાવર જેવો લાગતો એક કાળો હબસી લંગડાતા પગે પ્રગટ થયો. ઘાસ ચરી રહેલા બેપરવા બકરાના શરીરે બરછટ હાથ ફેરવ્યો. ગજવામાંથી સો-સોની નોટોવાળું બંડલ કાઢીને મુસાફરના મોં પર ઉછાળતા બોલ્યો, ‘ગાંડી છે કે...?’
નહીં રે, ધૂની છે. સોળ વટાવી ચૂકી...મુસાફરે કેફિયત આપી.
-----------------
(શબ્દો : 168)


 

No comments:

Post a Comment

ઉત્ક્રાંતિચક્ર 💐 ardeeXmultimedia આયોજિત 'એક નજર' ટૂંકી વાર્તા સ્પર્ધા 💐 પ્રથમ વિજેતા

વસમા 2020ની વિદાય પછી ઉગતા 2021ની બોણી... 21મી સદીને 'એકવીસમું' બેઠું ને શુભ ઘડી આવી...   ardeeXmultimedia આયોજિત- 'એક નજર' ...