ગુજરાતી
સાહિત્યના પ્રખ્યાત વેબ પોર્ટલ 'પ્રતિલિપિ' પર યોજાયેલી
માઇક્રોફિક્શન વાર્તા-સ્પર્ધામાં મારી કૃતિ 'અઢામી સદીનો પ્રેમ' વિજેતા ઘોષિત થઈ..
સ્પર્ધાનાં
પરિણામની લિંક :
----------------------
https://gujarati.pratilipi.com/blog/result-thoda-ma-ghanu
----------------------
https://gujarati.pratilipi.com/blog/result-thoda-ma-ghanu
મારી
વાર્તા 'અઢારમી સદીનો પ્રેમ'ની લિંક :
----------------------------
https://gujarati.pratilipi.com/dharmes…/adharami-sadino-prem
----------------------------
https://gujarati.pratilipi.com/dharmes…/adharami-sadino-prem
અઢારમી સદીનો પ્રેમ
-----------------------
અઢારમી સદીમાં નિર્માણ પામ્યું હોય એવું એક ખખડધજ
‘એન્ટીક’ સ્કૂટર ગલીનાં નાકેથી ધૂળ ઉડાડતું વળ્યું. કિરીટભાઈના ઘર સુધી આવતાં હાંફી ગયું. થાંભલાના સહારે સ્કૂટરને ટેકવીને એક યુવાન ખુમારીભરેલી ચાલે ઓટલો ચઢ્યો. એણે એના સામાન્ય લાગતા શર્ટ-પેન્ટ પરથી ધૂળ ખંખેરી; તેજસ્વી આંખો પરના જાડા કાચના ચશ્મા સાફ કર્યાં.
ઘરમાં આરામ ખુરશીમાં ઝૂલતા કિરીટભાઈ પોતાની અનુભવી આંખોને ઝીણી કરીને યુવાનની ગતિવિધિ નિહાળી રહ્યા હતા.
“હું પ્રેમ...
અને પૂજા તમારી દીકરી હોવી જોઈએ.”
ઘરમાં પ્રવેશતા
જ યુવાને જાણે કે અઢારમી સદીમાંથી સીધો એકવીસમી સદીમાં પ્રવેશ કરતા દ્રઢતાપૂર્વક કહ્યું.
“હા, બોલો.”
“લગ્ન-વિષયક વેબ સાઇટ પર રહેલા પૂજાનાં બાયો-ડેટાએ મારું ધ્યાન ખેંચ્યું.”
“આવવાનું કારણ?”
“મને પૂજા પસંદ છે..”
પાણીનો ગ્લાસ લઈને આવેલી પૂજાના ચહેરાને એની ઓનલાઇન પ્રોફાઇલ સાથે મનોમન ‘કન્ફર્મ’ કરતાં પ્રેમ મક્કમતાથી બોલી રહ્યો હતો, “કમ્પયૂટર એન્જીનિયરીંગનું ભણું છું. મહેનતુ અને ખુદ્દાર છું.
ઉજ્જવળ ભવિષ્યની
ખાતરી છે.”
દુનિયાદારીથી છલકાતા કિરીટભાઈએ ઔપચારિક વાતચીત પછી યુવાનમાં રસ બતાવ્યો,
કહો કે પૂજા માટે પ્રેમ પસંદ આવ્યો. પ્રેમ એ ચમક પામી ગયો.
“તમારા માતાપિતા અને દીકરી પૂજા સાથે આ અંગે વાત કરવી ગમશે.” કિરીટભાઈ ઊભા થઈને પ્રેમને સહર્ષ ભેટતા બોલ્યા.
ધૂળ ઉડાડતા સ્કૂટર પર સવાર પ્રેમને કિરીટભાઈ ઓટલા પરથી મલકાતા ચહેરે જોઈ રહ્યા, અને પૂજા ધડકતા હૃદયે બારીમાંથી...
‘એન્ટીક’ સ્કૂટર ગલીનું નાકું વળીને મંદિર પાસે ઊભું રહ્યું. પ્રેમ સ્કૂટર પરથી જ નહી,
અઢારમી સદીમાંથી
પણ ઊતરી ગયો. નજીકમાં પાર્ક કરેલી સાડા ત્રણ કરોડની રોલ્સ-રોયસની પાછળની સીટ પર રૂઆબભેર ગોઠવાયો. ડ્રાયવરે ગાડી હંકારી મૂકી.
“યાહ મોમ,
શી ઇઝ ગોર્જીયસ.” આઈપેડ પર વિડીઓ ચેટ ‘ઓન’ થતાં જ પ્રેમ ખીલી ઊઠયો,
“ઈમ્પોર્ટન્ટ થીંગ ઇઝ, એમણે આપણી ધન-દોલત-સધ્ધરતાની જાણ વગર માત્ર મારી લાયકાતના આધારે મને પસંદ કર્યો. યુ કમ સુન, એમને હકીકતની જાણ કરો, અને
‘ઓલ ઇઝ વેલ’ કરો મોમ!”
પ્રેમનો ‘કોલ’ પૂરો થયો, અને બીજી તરફ કિરીટભાઈનો મોબાઇલ રણકી ઊઠયો. “પૂજા બિટિયા કી શાદી કે બાદ હમકો ભી વો બડી ગાડી મેં એક બાર ઘુમાઈયેગા કિરીટભાઈજી, વો કા હૈ, ગાડીવાલે
સા’બ આપકે બારેમે હમકા હી સબ પૂછત રહે થે.”
મંદિરની સામે આવેલી પ્રસાદની
દુકાનમાંથી ભૈયાજીએ ફોન પર બડાઈ હાંક્યે રાખી.
-----------
ગુજરાત ગાર્ડિયન * અઢારમી સદીનો પ્રેમ * ૫-ઓગસ્ટ-૨૦૧૮
પ્રતિલિપિ 'થોડામાં ઘણું...' માઈક્રો-ફિક્શનસ્પર્ધા
આવો જઈએ નાનકડી
કલ્પનાઓના વિશ્વમાં! પ્રતિલિપિ ગુજરાતી ટીમ આપ સર્વે વાચકો અને લેખકોને આ 'સુક્ષ્મ વાર્તાઓની સ્પર્ધા' માં ભાગ લેવા આમંત્રિત કરે છે. હા...માઈક્રો-ફિક્શન ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રખ્યાત છે. તેના અલગ-અલગ સ્વરૂપોમાં અતિસુક્ષ્મ વાર્તા (અમુક શબ્દોમાં), સુક્ષ્મ વાર્તા (અમુક વાક્યમાં) અને નાની વાર્તા (એક -બે ફકરાઓમાં) હોય છે.
આ થોડા શબ્દો/વાક્યોમાં ઘણુબધું કહેવાની રસપ્રદ સ્પર્ધામાં
આપે પોતાની કલ્પનાને આધારે અમને વાર્તા લખી મોકલી આપી શકો છો.
પ્રતિલિપિ ટીમ આપની મોકલેલી વાર્તાઓને નીચે મુજબ અલગ-અલગ
માધ્યમથી રજૂ કરશે.
૧) પ્રતિલિપિ પર
આપની દરેક માઈક્રો-ફિક્શન વાર્તાને અમે પબ્લીશ કરીને તેને લાખો વાચકો સમક્ષ
મૂકીશું.
૨) બધી જ
વાર્તાઓમાંથી શ્રેષ્ઠ વાર્તાઓને અમે સોશિયલ મીડિયા થકી વધુ લોકો સમક્ષ રજૂ કરીશું.
૩) પ્રતિલિપિ ટીમ દ્વારા નિમાયેલ નિર્ણાયક દ્વારા પસંદગી
પામેલી દરેક રીતે શ્રેષ્ઠ 15 વાર્તાઓની ઈ-બૂક બનાવીને
તેને પબ્લીશ કરીશું, અને વિજેતાઓને સોફ્ટ-કોપી સર્ટીફીકેટ દ્વારા સન્માનિત
કરીશું.
વાર્તા લખવાના નિયમો:
૧) વાર્તા આપની જાતે લખેલી (મૌલિક રચના) હોવી ખૂબ જ જરૂરી છે.
૨) વાર્તાની શબ્દસંખ્યા
મહતમ ૫૦૦ શબ્દો સુધી મર્યાદિત છે. 

No comments:
Post a Comment